Malaysia’s Syazrul Idrus: મલેશિયાના ફાસ્ટ બોલર સિયાઝરુલ ઈદ્રુસે ટી-20 ઈન્ટરનેશનલમાં એક એવી કમાલ કરી છે કે જેની પ્રશંસા ICCએ પણ કરી છે. ટી-20 વિશ્વ કપ એશિયા બી ક્વોલીફાયરની પહેલી મેચમાં ચીન વિરુદ્ધની મેચ દરમિયાન મલેશિયાના ફાસ્ટ બોલર સિયાઝરુલ ઈદ્રુસે ટી-20 ઈન્ટરનેશનલમાં સૌથી ઘાતક બોલિંગ કરીને માત્ર 8 રન આપીને 7 વિકેટ ઝડપી છે. ઈદ્રુસની આ સિદ્ધિથી ટી-20 ઈન્ટરનેશનલમાં વિશ્વ રેકોર્ડ બની ગયો છે.
Malaysia’s Syazrul Idrus produced the best bowling figures in Men’s T20I history 🙌
More ➡️ https://t.co/uyVbXc9rfQ pic.twitter.com/6XLqIQGnnh
— ICC (@ICC) July 26, 2023
ઈદ્રુસ હવે ટી-20 ઈન્ટરનેશનલમાં સર્વશ્રેષ્ઠ બોલિંગ પરફોર્મન્સ કરનાર બોલર બની ગયો છે. આ સાથે જ તેણે નાઈઝીરિયાના પીટર અહોનો રેકોર્ડ તોડ્યો છે. પીટર અહોએ 2021માં સિએરા લિયોન વિરુદ્ધ 5 રન આપીને 6 વિકેટ લઈ ઈતિહાસ રચ્યો હતો.
ચીનની આખી ટીમ 23 રનમાં ઓલઆઉટ
મલેશિયા વિરુદ્ધની મેચમાં ચીનની આખી ટીમ માત્ર 23 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ છે. બોલર સિયાઝરુલ ઈદ્રુસની કમાલની બોલિંગથી ચીનના બેટર ક્રીઝ પર ટકી શક્યા ન હતા. ચીનની આખી ટીમ 11.2 ઓવરમાં જ 23 રન બનાવીને આઉટ થઈ ગઈ. આ ટી-20 ઈન્ટરનેશનલમાં ટીમનો ત્રીજો સૌથી ઓછો સ્કોરહતો.
મલેશિયાની ટીમ 8 વિકેટે જીત્યું
23 રન પર ચીનને આઉટ કર્યા બાદ મલેશિયાએ આ મેચ 4.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને જીતી લીધી. વિરનદીપ સિંહે માત્ર 14 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 19 રન બનાવ્યા અને પોતાની મલેશિયાની ટીમને જીત અપાવી.
મલેશિયાના બોલરના કમાલથી ચોંક્યું વિશ્વ ક્રિકેટ
8 રન આપીને 7 વિકેટ લેનાર મલેશિયાઈ બોલરના કમાલને જોઈને સોશિયલ મીડિયા પર ફેન્સ સતત રિએક્ટ કરી રહ્યાં છે. ક્રિકેટ ફેન્સ મલેશિયાના ફાસ્ટ બોલર સિયાઝરુલ ઈદ્રુસના ભારોભાર વખાણ કરી રહ્યાં છે.
Source link